Monday, 24 November 2014

હવે ત્રણ દિવસમાં મળશે પીએફ

ડિસેમ્બરથી તમે તમારૂ પીએફ ઓનલાઇન ક્લેમ કરી શકો છો. કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ ખાલી કરાવવાના દાવાઓ માટે આવતા મહિનાથી આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જેમનું પીએફ બેન્ક ખાતા આધાર નંબર સાથે જોડાયેલુ હશે તેઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. ઘણી વખત તો સરકારી કર્મચારીઓને તેમના પીએફના પૈસા મેળવવા માટે દસ્તાવેજ તૈયાર કરવામાં ઘણો સમય પસાર થઈ જાય છે અને ઘણી વખત તો આ પ્રોસેસમાં મહિના જેટલો પણ સમય વીતી જતો હોય છે.
મળતી માહિતી અનુસાર જે પીએફ ગ્રાહકોનું પીએફ ખાતુ અને બેન્ક ખાતુ આધાર નંબર સાથે જોડાયેલા હશે, તે લોકો જ આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે. આધાર નંબરના આધારે કોઇ પણ સમયે અને કોઇ પણ જગ્યાએ અધિકૃતતા પૂરી પાડી શકાશે, જેથી છેતરપિંડીનું જોખમ પણ ઘટી જાય છે. હવે ઓનલાઇન ક્લેમ પીએફ ઉપાડવા અને ટ્રાન્સફર કરવાનું કામ ફક્ત ત્રણ દિવસમાં પુરૂ થઇ જશે.
વધુ  ગુજરાતી સમાચાર  માટે  ક્લિક કરો  : http://www.vishwagujarat.com

No comments:

Post a Comment