Online Gujarati News - જો સ્વસ્થ જીવન ઇચ્છતા હોવ તો યોગા અને મેડિટેશનરેગ્યુલર ફોલો કરો. જીવનને સ્વસ્થ રાખવાનો આ માર્ગ એવરગ્રીન છે અને વધુ ને વધુ લોકો આની તરફ વળી રહ્યાં છે. નિષ્ણાતોનું માનવું છે કે મહિના સુધી દરરોજ 20 મિનિટ મેડિટેશન કરવાથી તમારા સ્વસ્થ્યમાં મોટો સુધારો જોઇ શકશો.
આજે ચોતરફ તણાવ વધી રહ્યો છે. આવામાં શાંતિ મેળવવા માટે લોકો મેડિટેશન એટલે કે ધ્યાન તરફ વળી રહ્યાં છે. વાસ્તવમાં હવે લોકો શારીરિક અને માનસિક સમસ્યાનું નિરાકરણ યોગમાં શોધવા લાગ્યા છે. જો તમે પણ આમાંના જ એક હોવ તો રિફ્રેશ યોગાનો ઓપ્શન તમને મદદ કરશે.Gujarati News
કેટલાંક લોકોનું કહેવું છે કે રોજના ભાગમભાગવાળા જીવનમાં શ્વાસ લેવાનો પણ સમય નથી તો યોગ કે મેડિટેશનનો સમય ક્યાંથી કાઢવો. આવી ફરિયાદ કરનારા લોકો માટે રિફ્રેશ યોગા ફાયદાકારક સાબિત થશે. જણાવી દઇએ કે રિફ્રેશ યોગા પ્રાણાયમનો ભાગ છે, પણ જો તમે તે કરશો તો ધીમે ધીમે તમે રાહત મેળવી શકશો. જો તમે થાકેલા રહો છો તો થોડા જ દિવસોમાં હેલ્ધી ફીલ કરવા લાગશો. ફ્રેશ થવાનો આ સૌથી સરળ પ્રકાર છે અને ખાસ વાત એ છે કે આ યોગા બસ, ટ્રેન, પ્લેન ગમે ત્યાં કરી શકાય છે.
Source :

No comments:
Post a Comment