શું ભારત સરકારની આગામી પોલીસીઓ ગુજરાતમાં તૈયાર થશે? આ પ્રશ્ન હકારમાં છે અને ઉચ્ચતમ સત્તાધીસોની વાત માનીએ તો જાણ્યુંઆરી - 2015માં વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર ગુજરાતમાં બેસીને વિશ્વના 200 જેટલા પ્રખરો સીઈઓ સાથે મંથન કરીને ભારતના ભાવિની પોલીશીઓનો ઢાંચો તૈયાર કરે એવી શક્યતા છે.
ઉદ્યોગ વિભાગના સુત્રોએ જણાવ્યું કે વાઈબ્રન્ટ સમિટમાં વિશ્વની જાણીતી 500 કંપનીઓમાંથી 200 કંપનીઓમાં સીઈઓ ગાંધીનગર એકત્ર થવાના છે. વડાપ્રધાન મોદી, નાણામંત્રી અરુણ જેટલી, નાણામત્રાલયના સચિવ અને લગભગ સમગ્ર કેન્દ્રીય મંત્રી મંડળ તે વખતે વાઈબ્રન્ટમાં હાજર હશે ત્યારે ઉજ્વળ ભારત માટે સુ કરવું જોઈએ
Latest Gujarati News - ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે બુધવારે વર્ષ 2015ના વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ટીઝર લોન્ચ કર્યું હતું. મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે દિલ્હીમાં અંગ્રેજીમાં ભાષણમાં સંબોધન કરતા જણાવ્યું હતુ કે, ગુજરાતએ દેશનું ગ્રોથ એન્જિન છે. આ સમિટ 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ ઉપરાંત મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ તરીકે ઉભરી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા સામાજિક ક્ષેત્રે પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રોકાણકારો સાથે મળેલી બેઠકમાં નવી દિલ્હી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત
2015ને લગતી તમામ જરૂરી બાબતો પર પણ ચર્ચા કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર આ વખતની સમિટમાં એક હજારથી વધારે મહેમાનોને આમંત્રિત કર્યા છે જેમાં અન્ય દેશોના એમ્બેસેડર, મીડિયા હાઉસનાં પ્રતિનીધીઓ અને ઈન્ડસ્ટ્રીઝ લીડર્સનો સમાવેશ થાય છે.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા બાદ આનંદીબેન સૌપ્રથમ વાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટની આગેવાની કરીને લોકોને સંબોધશે Gujarati Samachar
જો કે સૌથી મહત્વની વાત તો એ છે કે, આ વખતની સમિટને સોશિયલ મીડિયા પર પ્રમોશન મળે તેવી વ્યુહરચના ઘડવામાં આવી છે. આ પ્રકારની વ્યુરચનાથી વધુમાં વધુ મીડિયા કવરેજ થકી લોકો સુધી પહોંચી શકાશે તેમજ આ ગુજરાતની સાતમી સમિટ હશે કે જ્યાં ઓસ્ટ્રેલીયા, કેનેડા. જાપાન, નેધરલેન્ડ, સિંગાપોર, સાઉથ આફ્રિકા અને યુકે પણ ભાગ લેશે.
વિશ્વભરમાં ભારતિય કૌશલ્યની નિકાસ કરવા લોકસભા ચૂંટણી વેળાએ આપેલુ વચન પુર્ણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ- ૨૦૧૫ના પ્લેટફોર્મને પસંદ કર્યું છે. વિશ્વભરમાં ભારતિય સ્કિલ્ડ લેબરથી લઈને એન્જિનિયર્સ, ટેકનોક્રેટની હાઈ ડિમાન્ડ છે. આથી, વાઈબ્રન્ટ સમિટનું પ્લેટફોર્મ પણ વિદેશોમાં જોબ ઓપર્ચ્યુનિટી આપનારૂ બની રહે તે હેતુસર ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયની નોડલ એજન્સી ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષપોર્ટ ઓર્ગેનાઈઝેશને ગાંધીનગરમાં પ્રિ- સમિટનું આયોજન કર્યું છે.
મેન પાવરને સ્કિલ્ડ, ડેવલપ કરી સલામતી, સ્વમાન, પગારની ગેરંટી સાથે દેશબહાર નિકાસ કરવામાં આવશે.
૭થી૧૩ જાન્યુઆરીના એક સપ્તાહ દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજનારી રિવર્સ બાયર્સ- સેલર્સ મીટમાં ગલ્ફ, એશિયા અને આફ્રિકાના ૮૭ દેશો ભાગ લેશે. આ તમામ રાષ્ટ્રો પોતાના દેશોમાં કોમોડિટી, ટેકનોલોજી, મેનપાવર માટે રહેલુ માર્કેટ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયની નોડલ એજન્સી, વિવિધ રાજ્યોની સરકારો અને ભારતિય કોર્પોરેટ જગત સમક્ષ રજૂ કરશે. તેના આધારે આગામી સમયમાં ગ્લોબલ ડિમાન્ડ આધારિત મેન પાવરને સ્કિલ્ડ, ડેવલપ કરી સલામતી, સ્વમાન, પગારની ગેરંટી સાથે દેશબહાર નિકાસ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા મેક ઈન ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમોને ૭ દિવસની પ્રિ સમિટથી નવી દિશા સાથે આગળ વધારવામાં આવશે. ગલ્ફના દેશો ઇન્ડિયન લેબર ઉપર જ નિર્ભર ગાંધીનગર : ગલ્ફના અનેક દેશો પમ્બર, વેલ્ડર, કુકથી લઈને એન્જિનિયર, આર્િકટેક, ટેકનોક્રેટ જેવા અનેક પ્રકારના મેનપાવર માટે ભારત ઉપર જ નિર્ભર છે. માત્ર ગલ્ફ જ નહિ, આફ્રિકા, એશિયા, યુરોપના દેશોમાં પણ હોસ્પિટાલિટી, પેરામેડિકલ સ્ટાફ, ટિંચિંગ, ટેકનોલોજી, શીપિંગ, પોર્ટ એક્ટિવિટી માટે પણ ઈન્ડિયન હ્યુમન રિસોર્સની હાઈ ડિમાન્ડ છે. આથી, ભારત સરકારની કોર્મસ મિનિસ્ટ્રીએ વાઈબ્રન્ટ સમિટને સાંકળીને તે પુર્વે ૭ દિવસની પ્રિસમિટ યોજી છે. તેમ નોડલ એજન્સી ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્ષપોર્ટ ઓર્ગેનાઈઝેશના ઓફિસરે કહ્યુ હતુ.
Source : Online Gujarati News



No comments:
Post a Comment