Online Gujarati News - ગૂગલ દ્વારા ઓનલાઈન શોપીંગ ફેસ્ટીવલમાં ત્રણ દિવસ માટે યોજવામાં આવ્યો હતો. ગુગલે આ ત્રણ દિવસ દરમિયાન કુલ ૪૦૦ કરોડનું વેચાણ કર્યું છે. આ દિવસ દરમિયાન ગુગલની સાઈટ પર ૫૫ લાખ લોકો કિલક કરી ચુકયા છે. આ સાથે રિયલ એસ્ટેટ સેગ્મેન્ટમાં સારો વધારો જોવા મળ્યો છે.
ઓનલાઈન શોપીંગ ફેસ્ટીવલને બજારમાં ગ્રાહકો દ્વારા સારો પ્રતિસાદ
ગૂગલ દ્વારા ઓનલાઈન શોપીંગ ફેસ્ટીવલને બજારમાં ગ્રાહકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. જેથી આ શોપીંગ ફેસ્ટીવલમાં લોકોએ ઘરે બેઠા મકાનથી લઇને કાર, હોમ થિયેટર સુધી દરેક પ્રકારની વસ્તુઓ ખરીદી છે. આ શોપીંગમાં ૪૦૦ ઘરના બુકિંગ પણ થયા છે. આ ઉપરાંત ૧૦૦ કરતાં વધારે બાઈક પણ વેચાયા છે.
ગૂગલ દ્વારા ઓનલાઈન શોપીંગ ફેસ્ટીવલમાં ૪૫૦ કંપનીઓનું જોડાણ
ગુગલના આ ફેસ્ટીવલમાં ૪૫૦ કંપનીઓનું જોડાણ કરવામાં આવ્યું હતું. આ માટે ઘણાં મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું. એચપી, લિનોવો, ટાટા હાઉસિંગ, કાર્બન, વાન હ્યુસેન તથા એશિયન પેઈન્ટ જેવી અનેક મોટી કંપનીઓ ગૂગલ ફેસ્ટિવલમાં સામેલ થઇ હતી - Latest Gujarati News
એમેઝોન, સ્નેપડીલ જેવી મોટી રિટેઈલર કંપનીઓનું પણ જોડાણ
આ ફેસ્ટીવલમાં એમેઝોન, સ્નેપડીલ જેવી મોટી રિટેઈલર કંપનીઓએ પણ ભાગ લીધો હતો. ગુગલે ૨૦થી ૯૩ ટકા સુધીના ડિસ્કાઉન્ટ આપ્યા છે. આ વર્ષે શોપીંગમાં ગુગલની સાઈટ પર કોઈ પ્રકારનો છબરડો દેખાયો નથી. ગૂગલે આ વખતે પોતાનો બેકઅપ પ્લાન મજબૂત કર્યો હતો. પરંતુ ગયા વર્ષે ગૂગલ ઇન્ડિયાના ફેસ્ટીવલમાં સાઇટ ક્રેસ થઇ ગઇ હતી.
Source : Online Gujarati News - Vishwagujarat

No comments:
Post a Comment