Gujarati NewsPaper - શહેરીજનોના આરોગ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા આગામી ૧૫મી ફેબ્રુઆરી ‘૧૫ના રોજ સાબરમતી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૦થી યોજાતી સાબરમતી મેરેથોનમાં આ વર્ષે રૃા. ૮૩ લાખના ઇનામો આપવામાં આવશે. તેમ આજે મ્યુનિ. કમિશનર ડી. થારાએ જણાવ્યું હતું.
મહિલા દોડવીરને રૃા. ૨.૦૦ લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે
મેરેથોન તા. ૧૫મી ફેબ્રુઆરીએ રિવરફ્રન્ટ, વલ્લભસદનથી શરૃ થશે. ગયા વર્ષે મેરેથોનમાં ૧૬૦૦૦ દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં ૭૫ લાખના ઇનામો આપીને કુલ ખર્ચ રૃા. ૧.૭૫ કરોડ થયો હતો. આ વર્ષે મેરેથોનને રિલાયન્સ કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. અને રૃા. ૮૩ લાખના ઇનામો અપાશે.ફુલ મેરેથોન આંતરરાષ્ટ્રીય કેટેગરીમાં પ્રથમ આવનાર પુરુષ તેમજ મહિલા દોડવીરને રૃા. ૬ લાખ તેમજ રાષ્ટ્રીય કેટેગરીમાં પ્રથમ આવનાર પુરુષ તેમજ મહિલા દોડવીરને રૃા. ૨.૦૦ લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
ગુજરાતના દોડવીરો માટે ખાસ કેટેગરી રાખી ઇનામ આપવામાં આવશે
Gujarati NewsPaper - શહેરના પશ્ચિમ વિસ્તારમાં યોજાનારી ફુલ મેરેથોન ૪૨ કિલોમીટર, હાફ મેરેથોન ૨૧ કિલોમીટર, ડ્રીમરન ૭ કિ.મી. અને રન ફોર ફિઝિકલી ચેલેન્જડ યોજાશે.સાબરમતી મેરેથોન ૨૦૧૫ માં ભાગ લેવા ઇચ્છુક દોડવીરોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન વેબસાઇટ ઉપર તા. ૨૦.૧૨.’૧૫ના રોજથી શરૃ કરવામાં આવશે. જેમાં ફુલ મેરેથોન રૃા. ૭૦૦/- હાફ મેરેથોન રૃા. ૬૦૦/-, ડ્રીમ રન રૃા. ૨૦૦/- રજિસ્ટ્રેશન ફી અને પ્રવેશ કરી શકશે.કોર્પોરેશનના સિવિક સેન્ટર ખાતેથી પણ રસ ધરાવતા સ્પર્ધકો તા. ૧.૧.’૧૫થી ઓફિસ સમય દરમિયાન કામકાજના દિવસોએ રૃબરૃ રજિસ્ટ્રેશન કરાવી શકશે. સ્થાનિક દોડવીરોને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતના દોડવીરો માટે ખાસ કેટેગરી રાખી ઇનામ આપવામાં આવશે.
બીએસએફ, એનસીસી તેમજ પોલીસના જવાનોનું રજિસ્ટ્રેશન વિના મૂલ્યે કરવામાં આવશે
ગુજરાત કેટેગરીમાં પ્રથમ આવનાર પુરુષ તેમજ મહિલા દોડવીરને રૃા. ૧.૨૫ લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.જ્યારે હાફ મેરેથોન આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય કેટેગરીમાં પ્રથમ આવનાર પુરુષ તેમજ મહિલા દોડવીરને રૃા. ૧.૦૦ લાખનો પુરસ્કાર તથા ગુજરાત કેટેગરીમાં પ્રથમ આવનાર પુરુષ તેમજ મહિલા દોડવીરને રૃા. ૫૦,૦૦૦/-નો પુરસ્કાર એનાયત કરવામાં આવશે. મેરેથોન દોડમાં આર્મી, એરફોર્સ, સીઆરપીએફ, બીએસએફ, એનસીસી તેમજ પોલીસના જવાનોનું રજિસ્ટ્રેશન વિના મૂલ્યે કરવામાં આવશે.
Source : Gujarati NewsPaper - Vishwagujarat

No comments:
Post a Comment