Showing posts with label latest gujarati news. Show all posts
Showing posts with label latest gujarati news. Show all posts

Saturday, 13 December 2014

૧૫મી ફેબ્રુઆરીએ સાબરમતી મેરેથોન ૨૦૧૫નું આયોજન

Gujarati NewsPaper - શહેરીજનોના આરોગ્ય અને પર્યાવરણ અંગે જાગૃતિ કેળવવા આગામી ૧૫મી ફેબ્રુઆરી ‘૧૫ના રોજ સાબરમતી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૦થી યોજાતી સાબરમતી મેરેથોનમાં આ વર્ષે રૃા. ૮૩ લાખના ઇનામો આપવામાં આવશે. તેમ આજે મ્યુનિ. કમિશનર ડી. થારાએ જણાવ્યું હતું.
sabarmati marathon, date of sabarmati marathon, sabarmati marathon 2015, online gujarati news, gujarati news, latest gujarati news, vishwagujarat
મહિલા દોડવીરને રૃા. ૨.૦૦ લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે
મેરેથોન તા. ૧૫મી ફેબ્રુઆરીએ રિવરફ્રન્ટ, વલ્લભસદનથી શરૃ થશે. ગયા વર્ષે મેરેથોનમાં ૧૬૦૦૦ દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં ૭૫ લાખના ઇનામો આપીને કુલ ખર્ચ રૃા. ૧.૭૫ કરોડ થયો હતો. આ વર્ષે મેરેથોનને રિલાયન્સ કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. અને રૃા. ૮૩ લાખના ઇનામો અપાશે.ફુલ મેરેથોન આંતરરાષ્ટ્રીય કેટેગરીમાં પ્રથમ આવનાર પુરુષ તેમજ મહિલા દોડવીરને રૃા. ૬ લાખ તેમજ રાષ્ટ્રીય કેટેગરીમાં પ્રથમ આવનાર પુરુષ તેમજ મહિલા દોડવીરને રૃા. ૨.૦૦ લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
ગુજરાતના દોડવીરો માટે ખાસ કેટેગરી રાખી ઇનામ આપવામાં આવશે
Gujarati NewsPaper - શહેરના પશ્ચિમ વિસ્તારમાં યોજાનારી ફુલ મેરેથોન ૪૨ કિલોમીટર, હાફ મેરેથોન ૨૧ કિલોમીટર, ડ્રીમરન ૭ કિ.મી. અને રન ફોર ફિઝિકલી ચેલેન્જડ યોજાશે.સાબરમતી મેરેથોન ૨૦૧૫ માં ભાગ લેવા ઇચ્છુક દોડવીરોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન વેબસાઇટ ઉપર તા. ૨૦.૧૨.’૧૫ના રોજથી શરૃ કરવામાં આવશે. જેમાં ફુલ મેરેથોન રૃા. ૭૦૦/- હાફ મેરેથોન રૃા. ૬૦૦/-, ડ્રીમ રન રૃા. ૨૦૦/- રજિસ્ટ્રેશન ફી અને પ્રવેશ કરી શકશે.કોર્પોરેશનના સિવિક સેન્ટર ખાતેથી પણ રસ ધરાવતા સ્પર્ધકો તા. ૧.૧.’૧૫થી ઓફિસ સમય દરમિયાન કામકાજના દિવસોએ રૃબરૃ રજિસ્ટ્રેશન કરાવી શકશે. સ્થાનિક દોડવીરોને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતના દોડવીરો માટે ખાસ કેટેગરી રાખી ઇનામ આપવામાં આવશે.
બીએસએફ, એનસીસી તેમજ પોલીસના જવાનોનું રજિસ્ટ્રેશન વિના મૂલ્યે કરવામાં આવશે
ગુજરાત કેટેગરીમાં પ્રથમ આવનાર પુરુષ તેમજ મહિલા દોડવીરને રૃા. ૧.૨૫ લાખનો પુરસ્કાર એનાયત કરવામાં આવશે.જ્યારે હાફ મેરેથોન આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય કેટેગરીમાં પ્રથમ આવનાર પુરુષ તેમજ મહિલા દોડવીરને રૃા. ૧.૦૦ લાખનો પુરસ્કાર તથા ગુજરાત કેટેગરીમાં પ્રથમ આવનાર પુરુષ તેમજ મહિલા દોડવીરને રૃા. ૫૦,૦૦૦/-નો પુરસ્કાર એનાયત કરવામાં આવશે. મેરેથોન દોડમાં આર્મી, એરફોર્સ, સીઆરપીએફ, બીએસએફ, એનસીસી તેમજ પોલીસના જવાનોનું રજિસ્ટ્રેશન વિના મૂલ્યે કરવામાં આવશે.

ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહનો ડિટેઇન

Gujarati News - ટ્રાફિક તંત્રએ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહનો ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરી છે તે મુજબ છેલ્લા એકથી દોઢ મહિનામાં સમયગાળામાં આ વર્ષે ૧૨ હજારથી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં છે. ડિટેઇન થયેલા વાહનોનો દંડ માલિકોએ હવે આરટીઓ ખાતે જમા કરાવવો પડશે. ત્યાર બાદ પાવતી બતાવ્યા પછી જ ટ્રાફિક વિભાગ તેમનું વાહન પાછું આપશે.
traffic rules violation, vehicle detained on traffic rules violation, online gujarati newspaper, online gujarati news, latest gujarati news, vishwagujarat
અમદાવાદ શહેરમાં કુલ ૪૦ લાખ વાહનો અમદાવાદના રસ્તાઓ ઉપર ફરી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કુલ દોઢ લાખ રિક્ષાઓ છે તો ચાર લાખ કાર છે, ૨૫ લાખ ટુ વ્હિલર રસ્તા પર ફરી રહ્યાં છે. આમ, અમદાવાદમાં રસ્તા પર કુલ ૪૦ લાખ વાહનચાલકો રસ્તાનો ઉપયોગ કરે છે ત્યારે તંત્ર આ તમામ વાહનચાલકોને ડિસિપ્લિનના પાઠ ભણાવવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે માત્ર દંડ જ નહીં પણ હવે વાહનો પણ ડિટેઇન કરી દે છે - Gujarati News
વાહનચાલકોની પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ વસૂલાયો છે.
આ વર્ષે પણ અમે ટ્રાફિક નિયમન અને ટ્રાફિક માટેની અવેરનેસને વધારવા ખૂબ જ પ્રયત્ન કર્યા છે. ગત વર્ષે તંત્ર દ્વારા ૧૧ કરોડ દંડ નિયમોના ભંગ બદલ વસૂલાયો હતો, પરંતુ આ વર્ષે તે સંખ્યા વધીને ડબલ એટલે કે ૧૯ કરોડથી વધુ દંડ વાહનચાલકોની પાસેથી ટ્રાફિક નિયમના ભંગ બદલ વસૂલાયો છે.
ટ્રાફિક નિયમન અને અવેરનેસ અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે
ટ્રાફિક વિભાગ દ્વારા હજુ પણ ટ્રાફિક નિયમન અને અવેરનેસ અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તે મુજબ ઠેરઠેર ટ્રાફિક અપડેટ અને અવેરનેસ અંગેની કામગીરી નવા વર્ષમાં હાથ ધરાશે, જેની તમામ તૈયારી થઇ ચૂકી હોવાનું સૂત્રો જણાવે છે.
૩૦ લાખ જેટલા મેમો વાહનચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ પકડાવાયા છે.
અમદાવાદ શેરમાં ગત વર્ષે ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમના ભંગ બદલ વાહનચાલકોને અંદાજે ૧૦ લાખ જેટલા મેમો પકડાવાયા હતા, પરંતુ આ વર્ષે તેનાથી ડબલથી પણ વધુ એટલે કે ત્રણ ગણી સંખ્યામાં કુલ ૩૦ લાખ જેટલા મેમો વાહનચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ પકડાવાયા છે.

કૉર્નિંગ ગોરિલા ગ્લાસ ૪ ભારતમાં લોન્ચ

corning gorilla glass, corning gorilla glass 4, online gujarati news, gujarati news, latest gujarati news, vishwagujarat

Gujarati Samachar - મોબાઇલનું પડી જવું એ સૌથી મોટું ટેન્શન છે. કારણકે જો તેની સ્ક્રીન તૂટી જાય તો મોંઘામાં મોંઘા મોબાઇલ પણ ખરાબ થઇ જાય છે. નવી સ્ક્રીન વધારે મોંઘી આવે છે. પરંતુ ડર સ્ક્રીન તૂટવાનો નહિ પરંતુ તેના ખર્ચાનો છે. જેના લીધે લોકો સ્ક્રીન કાર્ડ લગાવીને ડિસ્પ્લેની સુંદરતા પર પડદો નાખી દે છે. મજબૂત ડિસ્પ્લે ગ્લાસ બનાવવાવાળી કૉર્નિંગ કંપની તમારા આ ટેન્શનને ઓછુ કરવા જઈ રહી છે. તેમણે કૉર્નિંગ ગોરિલા ગ્લાસ ૪ રજૂ કર્યો છે.
અત્યાર સુધી ગોરિલા ગ્લાસ ૩ને સૌથી મજબૂત ગ્લાસ ગણવામાં આવતો હતો. જે સ્ક્રેચ પ્રતિકારતો હતો સાથે હાથમાંથી મોબાઈલ પડી જતા સ્ક્રીન તૂટી જવાનો ડર પણ દૂર કરી દેતો. ગોરિલા ગ્લાસ ૪ વધારે સારો છે. તેમાં મોબાઇલ બનાવવાળી કંપનીઓ જો ડિસ્પ્લેની મોટાઈ પહેલા જેવી રાખીએએ તો ગોરિલા ગ્લાસ ૪, ત્રીજી જનરેશન સરખામણીમાં બે ગણું વધારે મજબૂતી આપશે - Gujarati Samachar
જો કંપનીઓ ડિસ્પ્લેની તાકાત પહેલા જેટલી રાખવા માંગે તો ગોરિલા ગ્લાસ ૩ની સરખામણીમાં ૨૫ ટકા વધારે પાતળા ગોરિલા ગ્લાસ ૪ ડિસ્પ્લેનો ઉપયોગ કરી શકે છે. એટલે કંપનીઓ પાસે પાતળી પરંતુ ગોરિલા ગ્લાસ ૩ના લેવલની મજબૂત સ્ક્રીન અથવા તો તેટલી જ મોટી પરંતુ મજબૂત સ્ક્રીનનું વિકલ્પ હશે.