Thursday, 16 April 2015

માલ પુવા

સામગ્રી :
દૂધ : ૪ કપ,
સાકર : ૬ ચમચા,
ઘી : ૧ કપ,
બનાવવાની રીત :
સૌ પ્રથમ દુધને ગરમ મુકો. દૂધનો ઊભરો આવી જાય પછી ધીમા તાપે દૂધ અડધાથી પણ વધારે બળી જાય ત્‍યાં સુધી ઉકાળો. દૂધને એકસરખું હલાવતાં જવું, જેથી દૂધ જાડું અને ગઠ્ઠારહિત થાય. સાકર અને પાણી બંને ભેગાં કરી ઉકાળી તેની ચાસણી બનાવો. તેને નાની થાળીમાં લો. ઠંડા થયેલા દૂધમાંઘંઉનો લોટ મિક્સ કરો જેથી દૂધ વધારે જાડું થશે. બરાબર હલાવી એકસરખું ખીરું તૈયાર કરો.
હવે કડાઈમાં ઘી લઈ ગરમ કરો. જ્યારે બરાબર ગરમ થઈ જાય ત્યારે એક ચમચો ભરી ખીરું ધીમાં નાખો. તે નાની પૂરી જેવો દેખાશે. તેને ધીમા તાપે તળાવા દો. પછી તેની બીજી બાજુ ફેરવીને તળવી. જ્યારે સોનેરી રંગ જેવા થાય ત્યારે તે લઈ લેવા અને ચાસણીમાં મૂકવા, જેથી બરાબર ચાસણી ચૂસી લે પછી કાઢીને બીજા વાસણમાં મૂકવા. ત્યાર પછી તેને એક પ્લેટમાં કાઢીને સર્વ કરો.
http://www.vishvagujarat.com/mal-puva/

No comments:

Post a Comment