નવી દિલ્હી : દિલ્હીના જંતર મંતર ખાતે ખેડૂતે કરેલા આપઘાતની ઘટના પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ગજેન્દ્રની મોતથી દેશ દુઃખી છે અને અમે બધા નિરાશ છીએ. ખેડૂતના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. તેમણે આગળ એમ પણ કહ્યું કે, ખેડૂતો પોતાને એકલા ન સમજે. જ્યારે કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે પણ ખેડૂતના મોતને લઇને દુ:ખ વ્યક્ત કર્યુ હતુ.
http://www.vishvagujarat.com/pm-modi-farmer-suicide-issue-sorrow-expressed/
No comments:
Post a Comment