યમનમાં ભારતીયોને સુરક્ષિત રીતે બહાર નીકાળવાના અભિયાન ‘ઓપરેશન રાહત’ આજે પણ ચાલુ રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદીને બુધવારે તેની માહિતી આપી હતી. તે દરમિયાન છ સભ્યના સશસ્ત્ર સમૂહે એક ભારતીયને બંધક બનાવી લીધો હતો. અકબરુદીને જણાવ્યું કે, ભારતીયોને નીકાળવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને બુધવારે તેની સમાપ્તિ કરવાની યોજના હતી. પરંતુ ૧૪૦ નર્સોના અનુરોધ પર અભિયાનને એક દિવસ માટે વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
http://www.vishvagujarat.com/yaman-indian-hostage-back-india-action-continues/
http://www.vishvagujarat.com/yaman-indian-hostage-back-india-action-continues/
No comments:
Post a Comment