Monday, 6 April 2015

ઉનાળામાં વોટર મેલન જ્યુસ

સામગ્રી :
૨ કપ તરબૂચ નો જ્યુસ
૧ બોટલ સોડા
૧ કપ ઓરેન્જ જ્યુસ
૧ કપ પાઈનેપલ ના કટકા
૪ ચમચી ખાંડ
૧ કપ ક્રશ્ડ આઈસ
બનાવવાની રીત : સૌ પ્રથમ તરબૂચના ટુકડા કરો અને તેમાંથી બીય કાઢી નાખો પછી તેને ચર્ન કરી ગળી લો. આવી જ રીતે ઓરેન્જનું જ્યુસ પણ તૈયાર કરો. તરબૂચ અને ઓરેન્જ નો જ્યુસ ભેગા કરી તેમાં ખાંડ નાખી ચર્ન કરો. ત્યાર પછી તે જ્યુસને ઠંડો થવા મુકો.
હવે એક સર્વિંગ ગ્લાસ લઈ તેમાં સૌથી પહેલા પાઈનેપલ ના ટુકડા મુકો અને તેની ઉપર ક્રશ્ડ આઈસ મૂકી તેની ઉપર ૩/૪ ગ્લાસ ભરાય તેટલો જ્યુસ ભરી ઉપર ગ્લાસ ભરાય તે રીતે સોડા રેડો. અને તેને તરત જ સર્વ કરો.

No comments:

Post a Comment