Thursday, 9 April 2015

ચંદન તસ્કરી કેસ : સાક્ષીએ કહ્યું, પોલીસે ૭ લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં કથિતરૂપે ચંદન તસ્કરોના થયેલા એનકાઉન્ટર મામલાએ એક નવો વળાંક લીધો છે. તમિલનાડુંના રહેવાસી શેખરે દાવો કર્યો છે કે પોલીસે સાત લોકોને બસમાંથી ઉતારીને ગોળી મારી દીધી હતી. તેના કહેવા પ્રમાણે, પહેલા પોલીસે તે સાતેય લોકોની ધરપકડ કરી, પછી બસમાંથી ઉતારીને તેમને ગોળી મારી દીધી હતી. શેખરના પરિવારજનો અનુસાર, તે એક મહિલાની બાજુમાં બેઠો હતો, એટલા માટે પોલીસે તેને નાં ઉતાર્યો. તેમને લાગ્યું કે તે એ મહિલાનો પતિ છે. આ કારણે તેનો જીવ બચી ગયો હતો. તે તમિલનાડુના તિરુવનમલ્લાઈ જીલ્લાના વેટાગિરીપલાયમનો રહેવાસી છે.
http://www.vishvagujarat.com/chandan-trafficking-case-sakshi-said-police-7-people-shot/

No comments:

Post a Comment